રે માડી, તને તો કંઈ કહી ના શકાય
તારા કામમાં તો ક્યાંય ખામી ના દેખાય
તારા કાનૂનનો જાણે-અજાણે ભંગ જો થાય
દંડ એનો તો જરૂર એને મળી જાય
યુગોથી વ્યવસ્થા તારી ચાલે સદાય
ટકી છે એ તો, ટકી રહેશે રે સદાય
રૂપે-રૂપે, રૂપ તારાં તો નોખાં દેખાય
સર્વ રૂપમાં તો માડી, સદા તું તો સમાય
ભાર લઈ જગનો ફરે તું તો, હસતી તોય દેખાય
શસ્ત્રો લીધાં છે હાથ, તોય પ્રેમાળ થાય
જોતી રહે તાલ જગનો, આવી રહે તારે હાથ
સમજાવે જ્યારે તું તો, સમજણ ત્યારે મળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)