કરે જોર દુર્ભાગ્ય જીવનમાં જ્યારે રે ઝાઝું વાગોળજે જીવનમાં ત્યારે સુખનું સંભારણું
જીવીશ જીવન જગમાં તું સારી રીતે, પાથરી જાશે જીવનમાં એ તો સુખનું પાથરણું
રહીશ જ્યાં તું પ્રભુની યાદમાં, જીવીશ જ્યાં તું સમજદારી ભર્યું, જાશે જીવનમાં ધરી સુખનું નજરાણું
જીવીશ જીવન જો તું ખોટી રીતે, બનાવીશ જીવનને જગમાં ત્યારે તો તું દયામણું
રહેજે સત્યની રાહે ચાલતો તું જીવનમાં, પાથરી જાશે જીવનમાં સત્ય એનું અજવાળું
ક્રમે ક્રમે રહેજે બનતો તું પ્રભુનો, પડશે લેવું પ્રભુએ ભાગ્ય પાસે તારું તો ઉપરાણું
પાપપુણ્યની ખોટી દ્વિધામાં પડતો ના, કાઢી બેસીશ નકામું તારી બુદ્ધિનું દેવાળું
જીવન તો સદા સમજાવતું આવ્યું છે તને, છે જગમાં પ્રભુ તો સહુથી દયાળું
નોતરીશ દુઃખને જીવનમાં રે તું, ગાતોને ગાતો રહીશ જો તું દુઃખનું રે ગાણું
ઘડતું ને ઘડતું રહ્યું છે દુઃખ તો જીવનને, બનાવી ના દેતો જીવનને તું અતિ સુંવાળું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)