જિતાઈ નથી દુનિયા, કદી શસ્ત્રોથી (2)
જિતાઈ સદાય એ તો પ્રેમથી
કંઈક માંધાતાઓએ કીધી કોશિશ જીતવા શસ્ત્રોથી
પડ્યા હાથ સદા હેઠા, રહી આશા અધૂરી
મહાવીર-બુદ્ધે દીધાં રાજપાટ ત્યાગી
જીતી તો દુનિયા એણે પ્રેમથી
ના લીધા સંતો-સાધુએ શસ્ત્રો હાથથી
છોડી ગયા યાદ હૈયામાં સદા પ્યારથી
રહે ભય તો સદા શસ્ત્રોને સદા શસ્ત્રોથી
પ્રેમને નથી રહ્યો ભય કદી કોઈથી
પ્યાર ને શસ્ત્રો ટકરાતાં, જિતાયાં શસ્ત્રો પ્યારથી
કરી સહન પ્યારે, કીધી ધાર બુઠ્ઠી શસ્ત્રોની
યુગો-યુગોથી ચાલતી રહી, કહાની પ્યારની જીતની
ભૂંસી નથી ભૂંસાતી, કહાની તો પ્યારની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)