અરજ મારી સાંભળજે, હો ડીસાવાળી માત
કરજે મનોરથ પૂર્ણ મારા, જય-જય સિધ્ધઅંબે માત
ચિત્ત મારું ડામાડોળ છે, હૈયું અશાંત છે
ચારેકોર અંધકાર છે, કાઢ એમાંથી બહાર રે
અરજ મારી આ સ્વીકારજે
દુશ્મન ચારેકોર છે, બાળ તો અસહાય છે
કરવું શું ના સમજાય રે, કાઢ એમાંથી બહાર રે
અરજ મારી આ સ્વીકારજે
ચારેકોર તોફાન છે, બંધ બધે દ્વાર છે
આંખે અશ્રુધાર છે, કાઢ એમાંથી બહાર રે
અરજ મારી આ સ્વીકારજે
રાહ પથરાળ છે, થાકનો નહિ પાર રે
ઊના વાયરા વાય છે, કાઢ એમાંથી બહાર રે
અરજ મારી આ સ્વીકારજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)