રાખશે ના, ‘મા’ ના વહાલમાં, જો તું કચાશ
આવશે દોડી-દોડી માડી ત્યાં તો તારે દ્વાર
જોશે જ્યાં માડી, ભર્યા હૈયાના તારા શુદ્ધ ભાવ - આવશે...
માગશે ના જો તું એની પાસ, થાશે દેવા એ તૈયાર - આવશે...
ધડકને-ધડકને, ગૂંજશે તારા હૈયે એનો પોકાર - આવશે...
હટશે જ્યાં દૃષ્ટિમાંથી તારા, જ્યાં માયાતણો ભાર - આવશે...
કરશે જ્યાં તું, હરક્ષણે ને પળે-પળે તું એને યાદ - આવશે...
જાશે ભરાઈ નિર્મળતા, તારા હૈયામાં જ્યાં ભારોભાર - આવશે...
મટશે હૈયા ને દૃષ્ટિમાંથી, તારા જ્યાં ભેદભાવ - આવશે...
કરશે આવકારવા ને સત્કારવા, હૈયું તારું તૈયાર - આવશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)