મનને પાંખ દીધી છે ‘મા’ એ, ઊડવા સારું જગ
કાયાને ધરતી પર ચાલવા દીધા છે ‘મા’ એ બે પગ
મેળ ન ખાયે એનો માડી, કાઢ મારગ એનો ઝટ
તન તો દીધું છે સુંદર, રહે અંદર તો હાડપિંજર
વળી મળ-મૂત્ર રહે ભર્યાં સદાય એની અંદર
આંખ તો દીધી કેવી નાની, પ્રગટે ભાવ એની અંદર
મચે ચિત્તમાં જ્યાં હલચલ, દે તાલ ત્યાં હૈયાની ધડકન
અદીઠ એવા કંઈક ભાવોનો, છે કાબૂ માનવ ઉપર
ભાવો ઉપર જ્યાં કાબૂ મળે, બને સંસાર ત્યાં સુંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)