સુંદર છે ‘મા’ તું તો, ને છે તું શક્તિશાળી
ફર્યો જગમાં ખૂબ માડી, ના મળી જોડી તારી
આવે ચરણમાં જે તારી, ઉતારે ભાર એના ભારી - ફર્યો...
છૂટે ના મેલ જો હૈયાનો, દર્શન ના દે તું તો માડી - ફર્યો...
પ્રેમ તો તારો ભીંજવે, હૈયાં તો સહુનાં માડી - ફર્યો...
કોપે જેના ઉપર તું માડી, થાય એને ભોંય ભારી - ફર્યો...
આશાએ આવે સહુ તો, તારી પાસે રે માડી - ફર્યો...
ધાર્યાં-અણધાર્યાં કામ તો પાર પાડે તું તો માડી - ફર્યો...
આવે જે રડતા, કરે તું એને તો હસતા રે માડી - ફર્યો...
જોવરાવે રાહ તું તો, દર્શન કાજે રે માડી - ફર્યો...
તારા પ્રતાપે તો જગ સારું ચાલે રે માડી - ફર્યો...
ભક્ત કાજે રહેતી તું તો પ્રેમાળ રે માડી - ફર્યો...
સદા મીઠી નજર રાખે, જગ પર તું તો માડી - ફર્યો...
કરતી સહાય, ભીંસે ભિડાવે બળ તારા માડી - ફર્યો...
નામ અને રૂપ તો ધર્યાં અનેક તેં તો માડી - ફર્યો...
કરે યાદ ભક્તો જ્યારે, આવે દોડી તત્કાળ માડી - ફર્યો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)