ઊતરીને ઊંડો પૂછ તું તારા અંતરને
કરે છે જે તું એમાં તો એ કેટલું રાજી છે
જરૂરિયાતે તો તું જગમાં બધું કરતો રહે
તારા હૈયાનો સાથ તો એમાં કેટલો છે
તમાચો મારી, મોં લાલી રાખી તું ફરે
પૂછ હૈયાને તારા, ઘા એના કેટલા ઊંડા છે
દર્દ હૈયાના હૈયામાં દાબી, જગમાં તું ફરે
દર્દ હૈયામાં તો એનું કેટલું ભર્યું છે
વાટ જોઈ પ્રભુની, વિતાવી રાત કેટલી રે
પૂછ તારાં નયનોને, આંસુ કેટલાં વહાવ્યાં છે
પાસે આવેલ કોળિયો, કેટલી વાર ઝૂંટવાયો છે
પૂછ તારા હૈયાને, નિરાશા કેટલી પામ્યો છે
કથા ને પૂજન તો કીધાં તે કેટલી વાર
પૂછ તારા અંતરને, અંધકાર કેટલો દૂર થયો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)