મારણહાર બની તું મારે, જગને પાલનહાર બની તું પાળે
તારણહાર બની તું તારે, જ્યારે ચરણે આવે તારે
હૈયે અહંનો ભાર ભરી ફરે, એને સદાય તું મારે
નિર્મળ હૈયાં જ્યારે થાયે ત્યારે ‘મા’, તું તો દોડી-દોડી આવે
ડૂબતી નાવને તો તું તારે, રહે જે સદા તો તારા વિશ્વાસે
મારણ ને તારણશક્તિ હાથે તો તારે, તારી શક્તિ વિના ના ચાલે
થાયે ન જગમાં કંઈ પણ એવું, જે તું તો ન જાણે
નાવ એની તો સરળ ચાલે, રહે જે સદા તારા સહારે
મહાનમાં મહાન માનવી પણ, આવે તો તારા દ્વારે
નમતું ના મસ્તક જગમાં જેનું, તારાં ચરણમાં એને નમાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)