શક્તિશાળી છે તું તો, શક્તિ દેજે પ્રભુ
ગુણ તારા કરતો યાદ, નિત્ય નમન તુજને કરું
આવી જગમાં, ઘેરાઈ માયામાં, નિશદિન ફરતો રહું
હૈયે વળગાડી માયા, થઈ દુઃખી, બૂમો પાડ્યા કરું
કરી વાતો મોટી, યત્નોની ચોરી કરી, માયામાં ડૂબ્યો રહું
ધાર્યું પરિણામ ના મળતાં, અકળાઈ તો ઊઠું
જીવનમાં સાચા-ખોટાની તો સમજણ માગું
ડગલે-ડગલે, અડગતા સદા ભરતો રહું
શ્વાસે-શ્વાસે પ્રભુ, અહંમુક્ત શ્વાસો ભરું
પડે દૃષ્ટિ જ્યાં-જ્યાં જગમાં, તુજને સદા નિહાળું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)