શું થયું, શું થયું, ઇંતેજારી જીવનની તારી, એ તો વધારી ગયું
મળ્યાના રહસ્યો જીવનના જીવનમાં તને, ઇંતેજારી શું એ વધારી ગયું
પીવા હતા પ્રેમના કટોરા તો જીવનમાં, જીવનમાં ના એ તો પી શકાયું
હતા દિન એકસરખા સમયના, લાગ્યા લાંબા કે ટૂંકા, કેમ એ બન્યું
હતા શું દુર્ભાગ્યના હાથ એમાં, ઇંતેજારી તારી તો એ વધારી ગયું
ઉકલ્યા ના ઉકેલો જીવનમાં જેના, ઇંતેજારી જીવનમાં શું એ વધારી ગયું
કામના બોજ નીચે દબાયેલી, ઇંતેજારી પાછી એ વધારીને વધારી ગયું
પડયા કે પાડયા પડદા, ઇંતેજારી સદા એ તો વધારી તો ગયું
ના જાણ્યા કે ના મળ્યા ઉકેલો તો જેના, ઇંતેજારી સદા એ તો વધારી ગયું
દુઃખ દર્દની પળો જીવનમાં, સુખની પળોની ઇંતેજારી એ તો વધારી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)