તારી વિનંતી ને તારા હૈયાના તારને, આજે એક કરી નાખ
જગજનની માતને તો દેવા, આજે તો મજબૂર કરી નાખ
સકળ સૃષ્ટિની છે તો કર્તા, છે પાસે એના ભંડારોના ભંડાર
માગવાવાળાની તો રહે ‘મા’ પાસે તો સદાય લંગાર – તારી…
કેટલું ને ક્યારે લેવું ‘મા’ પાસે, છે એ તો તારે હાથ
દેવું કેટલું ને ક્યારે, છે એ તો સદા ‘મા’ ને હાથ – તારી…
જરૂરિયાત તો જીવનમાં સદા રહેશે તો પડતી
આજ તો બેસી શાંત, હિસાબ એનો તો કરી નાખ – તારી…
એક પછી એક જો માગણી તારી રહેશે તો ઊભી
દેતા ‘મા’ ને એ સર્વે, વિચારમાં તો ના પાડી નાખ – તારી…
એક માગશે, પડશે એણે દેવું, સદા એ તો સમજી રાખ
ઝાઝું માગી મોકો ના ખોજે, દિલ સાફ કરી રાખ – તારી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)