સાત રંગનો મેળ મળતાં, એક સફેદ રંગ થાય
સફેદ રંગમાં તો સદા, એ સાતે રંગ સમાય
સપ્તસૂરોનો મેળ મળતાં, અનેક રાગ રચાય
અનેક રાગમાં તો સદા એ સાત સૂરો સંભળાય
વિશ્વ સારું તો સપ્તલોકમાં રહ્યું છે વહેંચાઈ
મૃત્યુલોકથી કરી શરૂ, સ્વર્ગલોક એ જાય
જગમાં સદાય અઠવાડિયું, સાત વારનું થાય
યુગોના યુગો વીત્યા, આઠ વારનું એ નવ થાય
જગમાં સાગર પણ છે, સાત સાગરમાં રહ્યો વહેંચાઈ
સાત સાગરનાં જળ તો રહ્યાં છે પૃથ્વી પર ફેલાઈ
ધાતુઓ પણ રહી મુખ્ય સાત ધાતુમાં વહેંચાઈ
આ સાત ધાતુ વિના જગ તો અધૂરું ગણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)