પાંદડું ન હાલે, માડી પાંદડું ન હાલે
તારી ઇચ્છા વિના રે જગમાં પાંદડું ન હાલે
બનતા જગમાં દીઠા-અદીઠા બનાવો પાછળ તો
હાથ તારો તો રહે સદાય – પાંદડું…
કરતી તો કામો, અટપટાં જગમાં તો એવા
લાખ કોશિશે એ ના સમજાયે – પાંદડું…
વિવિધ ભાવોમાં રહે તું સદાય ડૂબી
કદી સૌમ્ય, કદી ક્રૂર, કદી મૃદુ દેખાયે – પાંદડું…
ભક્તો કાજે તું સદા તત્પર રહેતી
કરવા સહાય, દોડે દિન-રાત કે સાંજ-સવારે – પાંદડું…
તપતા સૂરજે કે સાગરની ભરતી-ઓટને
નચાવે સારા જગને, તું તારા ઇશારે – પાંદડું…
નાના કે મોટા જગના અણુએઅણુમાં
તારો વાસ રહે એમાં સદાય – પાંદડું…
સદ્દગુણોની સાખે કે ભક્તિના ભાવે
હૈયું તારું તો સદા ભીંજાયે – પાંદડું…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)