ના કુદરતના કાયદા બદલાય છે, માનવના કાયદા તોયે કેમ બદલાય છે
સૂરજ તો ઊગે છે ને આથમે છે, ચોવીસ કલાકનો દિવસ હજી પણ ગણાય છે
માનવના કાયદામાં તો માનવના ને માનવનાજ ફાયદા, જગમાં જોવાય છે
કરી કોશિશો માનવે, બદલવા કાયદા કુદરતના, હાથ હેઠા એના પડી જાય છે
કુદરતના કાયદામાં તો સમગ્ર, જગતનું ને જગનું તો હિત સમાય છે
છે જરૂરત ઝાડપાનને તો ઓછી, એ સંતોષવા એ હરખાઈને લહેરાય છે
કરી છે જરૂરત ઊભી, માનવે તો ઝાઝી, કરવા પૂરી એ, દુઃખી દુઃખી થઈ જાય છે
વિફરે માનવ કે વિફરે કુદરત, સર્વનાશ કરી જાય છે, સમાનતા એમાં તો દેખાય છે
કુદરતમાં ઋતુઓ સદા બદલાય છે, માનવ જીવનમાં પણ આ ક્રમ દેખાય છે
સ્વાર્થે સ્વાર્થે રહ્યાં બદલાતા માનવના કાયદા, કુદરતના કાયદા ના બદલાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)