ભરી કૂડકપટ હૈયામાં, ઝેર તો જીવનમાં ભેળવી દીધું
સહન કીધું ખૂબ જીવનમાં, જરૂરિયાતે તો છોડી દીધું
ઝઝૂમ્યો ખૂબ જીવનમાં, આગળ વધતો તો ગયો
ગુમાવી ધીરજ તો જ્યારે, નાવ કિનારે તો ડુબાડી દીધું
સંબંધ સાચવવા જીવનમાં તો મથ્યો ઘણો
કાઢી કડવાટ હૈયાની, કર્યા પર તો પાણી ફેરવી દીધું
રસ્તા બદલીશ હર ઘડીએ, પહોંચીશ મુકામે ક્યારે
મધદરિયે તો, સઢ વિનાનું નાવ તો બનાવી દીધું
તેજ પ્રકાશે રસ્તો જો ના જડે, દોષ આંખનો સમજી લેજે
કેડી મળે કે રસ્તો, તેજે-તેજે સદા તો ચાલી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)