જગના ખૂણે-ખૂણેથી માડી, સહુ તારી પાસે આવે
રાજા, રાય કે રંક માડી, સહુ તારી પાસે તો માગે
પોકારે પ્રેમથી તને જ્યારે, તું તો દોડી-દોડી આવે
માગે સહુ તો તારી પાસે, માગ્યું તું તો આપે
કોઈ ધરાવે મીઠા મેવા, કોઈ પકવાન, કોઈ ફૂલડે વધાવે
ભાવે-ભાવે તો ભીંજાઈ, તું સહુ પ્રેમથી સ્વીકારે
ના રિઝાયે તું બાગબગીચે કે કંચને, રિઝાયે સાચા ભાવે
બાળના સાચા ભાવો દેખી, આનંદે તું તો મહાલે
રાત ન જોતી, દિન ના જોતી, સાચા ભાવે તને પુકારે
દાનવ, માનવ, પ્રાણી માત્રને, એકસરખી નિહાળે
રે માડી તારો ડંકો તો જગમાં વાગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)