આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી એકલો
હકીકત નથી આ બદલાવાની (2)
ખાલી હાથે આવ્યો તું, જાતાં રહેશે હાથ ખાલી - હકીકત...
કરી મારું-મારું, કરશે ભેગું, ના સાથે આવવાનું - હકીકત...
લખાવી આવ્યો શ્વાસ તારા, ના વધારો એમાં થવાનો - હકીકત...
કોઈ આવ્યો વહેલો, કોઈ મોડો, કોઈ જાશે વહેલો, કોઈ મોડો - હકીકત...
આવ્યો તું જગ ચાલતું હતું, જાશે જગ રહેશે તો ચાલતું - હકીકત...
સૂર્ય ચંદ્ર ઊગતા રહ્યા, રહેશે એ તો ઊગતા - હકીકત...
કર કોશિશ મનને નાથવાની, વિના નાથ્યે કરશે ઉપાધિ - હકીકત...
આશા જગમાં કદી થાશે પૂરી, કદી એ તો તૂટવાની - હકીકત...
કર્તાને તું માને કે ન માને, કર્તામાં ફરક નથી પડવાની - હકીકત...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)