ભૂત ભલું કે ભગવાન ભલો, કદી-કદી એ ના સમજાય
ખોટે મશે આમંત્રણ ભૂતને, દોડી-દોડી આવી જાય
રીઝવી-રીઝવી થાકો, પ્રભુ ત્યારે પગલાં પાડી જાય – ભૂત…
સોંપ્યું કામ ભૂતને, કરી પૂરું, એ પાછું આવી જાય
પ્રભુને વિનવો હરઘડી, એ ત્યારે પાર પાડી જાય – ભૂત…
પાત્ર ન જોશે, કુપાત્ર ન જોશે, ચોટલી હાથમાં લાગી જાય
પ્રભુની ચોટલી હાથ ન આવે, પાત્ર-કુપાત્ર જોતો જાય – ભૂત…
દૃશ્ય-અદૃશ્ય બંને થાતા, છે એમાં એક સમાન
સોંપ્યાં કામ પાર બંને પાડે, ફરક જલદી ના સમજાય – ભૂત…
રહ્યું કાબૂમાં ભૂત ભલે, સોંપ્યું કામ એ કરતો જાય
પ્રભુના કાબૂમાં રહેવું સારું, કામ આપોઆપ થઈ જાય – ભૂત…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)