આંબા આંબલી અમને ના દેખાડો રે પ્રભુ, જીવનમાં આગળ અમને વધવા દો
છીએ અમે રે ભલે લખોટી રે જેવા, જ્યાં ત્યાં અમને ના હવે ગબડાવો
છીએ રે અમે સુંદરતાના રે પૂજારી, જીવન અમારું હવે તો સુંદર બનાવો
રહ્યાં છીએ સાકાર સૃષ્ટિમાં આકાર બનીને, સાકાર રૂપના દર્શન તો કરાવો
મૂંઝાઈએ છીએ અમે સાચા ખોટામાં, સાચું જીવનમાં અમને હવે તો સમજાવો
તપ્યા છીએ જીવનમાં ખૂબ સંસાર તાપમાં, વધુ ના હવે અમને તો તપાવો
દુઃખ દર્દમાં જોઈતા નથી દિલાશા, જીવનમાં દુઃખ દર્દથી મુક્ત અમને બનાવો
ચિત્ર સ્વર્ગનું તો છે ભલે રે લોભામણું, અમને ના એમાં તમે બોલાવો
જેજે કરવાનું છે એ કરો છો તમે, અમારા પાસે યોગ્ય હવે તમે તો કરાવો
જીવનમાં તો સદા દઈ દઈને અમને રે થોડું, જીવનમાં અમને આંબા આંબલી ના બતાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)