આવ્યો છું દ્વાર તો તારે રે માડી, હવે તો તાર કે માર
તારવું કે ડુબાડવું છે હાથ તો તારે, કર હવે તો મારો ઉદ્ધાર
ઝંખે છે સદાય માડી, હૈયું મારું તો તારો પ્યાર
માયામાં લપટાયો ઘણો, હવે તો આવ્યો છું તારે દ્વાર
અશુદ્ધ છું, શુદ્ધ છું રે માડી, જાણું ના કંઈ લગાર
માયા તો ના રોકી શકશે માડી, સાંભળજે હવે તો પોકાર
આગળ છે તું, પાછળ છે તું મુજમાં, શું ન આવે અણસાર
નયનોથી ના દૂર રહેજે, હૈયામાં સમાઈ, ના જાજે તું બહાર
રાત કે દિન ના નડે તુજને, પ્રકાશ કે અંધકાર
સાચામાં તો તું છે સાચી, છે સંસારનો પણ તું સાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)