વહેતી-વહેતી સરિતા, તો આખર જઈને સાગરમાં ભળી
અસ્તિત્વ જાયે મટી, જ્યાં સાગરસ્વરૂપ ગઈ બની - વહેતી-વહેતી…
મોજે-મોજે ઊછળી, બૂંદે-બૂંદે આનંદે ભરી
મોજે એ મસ્ત બની, જ્યાં વિશાળતા હૈયે વિસ્તરી - વહેતી-વહેતી…
ભળતા સાગરમાં, કણેકણોના મેલને ગઈ ભૂલી
સરિતા હતી, વહેતી હતી ક્યાં, ભૂલી સાગરમાં તન્મય બની - વહેતી-વહેતી…
તોડી કિનારા ગઈ એ વહેતી, ઉચ્છૃંખલ જ્યાં એ બની
વગર કિનારે, રહી મર્યાદામાં, જ્યાં સાગરની ગંભીરતા મળી - વહેતી-વહેતી…
ધોઈ જગની ખારાશ બધીયે, ભળતા ખુદ ખારી બની
રસોઈયે સ્વાદ ધારણ કર્યો, જ્યાં સાગરની ખારાશ ભળી - વહેતી-વહેતી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)