વસી જાય નયનોમાં, એક વાર જો તું - ‘મા’
વસે બીજું કે ના વસે, તેની પરવા નથી
એકવાર હૈયામાં, વસી જાય જો તું - ‘મા’
બીજું હૈયામાં વસે, ના વસે તેની પરવા નથી
એકવાર જગમાં સાથ દેશે જો તું - ‘મા’
બીજા કોઈ સાથની તો પરવા નથી
એકવાર વાત મારી સાંભળશે જો તું - ‘મા’
બીજા સાંભળે ના સાંભળે, તેની પરવા નથી
એકવાર જીવનમાં રાજી થઈ જાય જો તું - ‘મા’
બીજા રાજી થાયે ના થાયે, તેની પરવા નથી
એકવાર હૈયાની વેદના, સમજી જાય જો તું - ‘મા’
બીજા સમજે ના સમજે, તેની પરવા નથી
એકવાર દેવા જ્યાં બેસે જો તું - ‘મા’
બીજા દે કે ના દે, તેની પરવા નથી
એકવાર દર્શન દેશે જો તું - ‘મા’
બીજા દર્શનની કોઈ જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)