પુરાયો છે રે આતમરામ રે
આજે તો પીંજરા વિનાના પીંજરામાં
દ્વાર તો છે રે, એનાં તો ખુલ્લાં રે
જડે ના એ તો, આજે અંધારામાં
કીધી કોશિશો ખૂબ, નીકળવા એને રે
ખેંચાયો ખેંચાઈને પાછો એ તો પીંજરામાં
કર્યા ખૂબ યત્નો, મળી તો નિષ્ફળતા
ગયો ડૂબી એ તો ઊંડી નિરાશામાં રે
ભરી છે શક્તિ, ગયો એ તો વીસરી રે
માથે હાથ દઈ બેઠો, એ હતાશામાં રે
સેવે મુક્તિનું સપનું, ખેંચાઈ પીંજરામાં
ગયો ભૂલી મુક્તિ, છે એના હાથમાં રે
છે વિરાટનો વારસ એ તો
વામન બની ગયો એ તો માયામાં રે
થાવા મુક્ત, ફફડાવી સાચી પાંખો
તૂટ્યા બંધન ત્યારે તો પીંજરાનાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)