મળતાં પાંખ પંખીને, રે પંખીડું તો ઊડી રે જાશે
વિહરવા મુક્ત આકાશે, માળો એ ત્યજી તો જાશે
સંભળાતા સાદ સાગરનો, સરિતા ભેટવા દોડી જાશે
આવતા યાદ તો પ્રેમીની, પ્રેમિકા ભાન તો ભૂલી જાશે
મળતા સુગંધ મદિરાની, નશાબાજ કોલ ચૂકી જાશે
ભૂખ સતાવે તો જ્યારે, પગ તો અન્ન ભણી તો જાશે
વરસતા ઝરમર વર્ષા, ચાતક હરખાઈ તો જાશે
જોર આદતનું જાગી જાતાં, કરવા ચોરી, ચોર પ્રેરાઈ જાશે
વેણ કડવાં જ્યાં હૈયે વાગે, વૈરાગ્ય ત્યાં જાગી જાશે
સાદ સાંભળતા બાળનો, માતા દોડી-દોડી આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)