શોભે તો વેણી, કાં ‘મા’ ની મૂર્તિએ, કાં નારીના અંબોડે
ઝાંઝર તો શોભે નારીના પગે, કાં ‘મા’ ના પાયલે
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
ભાષણ તો શોભે ધર્મસભાએ કે કાં તો સંમેલને
મૂર્તિ તો શોભે કાં મંદિરે કે કાં તો ગૃહમંદિરે
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
શૂરવીરતા તો શોભે કોઈને બચાવે કે કાં રણમેદાને
નીર તો શોભા દે કાં નદી, સરોવરે કે કાં સાગરે
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
ઠપકો તો શોભે કાં ભૂલે કે કાં કોઈને અટકાવે
પ્રેમ તો શોભે કાં નારીના નયને કે કાં તો ‘મા’ નાં ચરણે
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
સાકર તો શોભે કંસારે, નમક શોભે તો દાળ-શાકે
ફૂલ તો શોભે કાં બાગે કે કાં પૂજનથાળે
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
હથિયાર તો શોભે કાં દરબારે કે કાં રણમેદાને
ભક્તિ તો શોભે કાં સંસારે કે કાં સ્મશાને
દે તો શોભા એ તો એના યોગ્ય સ્થાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)