માયાના દોરમાં બંધાયો રે જીવડો, માયાના દોરમાં બંધાયો
સેવ્યાં મુક્તિનાં સપનાં, રહ્યો માયાથી તો એ બંધાયો – રે
ગયો રે ભૂલી એ તો કોણ છે ને ક્યાંથી એ આવ્યો – રે
સૃષ્ટિ ભૂલીને સાચી રે, સ્વપ્નની સૃષ્ટિમાં સરક્યો – રે
મન-બુદ્ધિ ગયાં રૂંધાઈ રે, જ્યાં માયામાં એ લપટાયો – રે
શું છે સાચું, શું છે ખોટું, ભેદ એનો તો ભુલાયો – રે
સૂતેલા એના અહંને, એણે આજે તો જગાવ્યો – રે
રહ્યો ઠોકરો ખાતો, ના સમજ્યો, બન્યો એમાં દીવાનો – રે
થાક્યા પગ એવા, લથડ્યા તોય રહ્યો એમાં તણાતો – રે
જાવું હતું ક્યાં, જઈ રહ્યો ક્યાં, જઈ ક્યાં એ પહોંચ્યો – રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)