જગતના નાથ જેવો નાથ જ્યાં, માથે તો બેઠો છે
અનાથ તને તો તું શાને માને છે (2)
જગનાં સર્વ કર્મોનો જોનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ...
જગના પાપ કર્મનો, દંડ દેનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ...
માર્ગે ચાલે, માર્ગ ભૂલે, માર્ગ બતાવનાર જ્યાં એ બેઠો છે - અનાથ...
જગની સર્વ ચીજોને, પૂરો પાડનાર તો જ્યાં એ બેઠો છે - અનાથ...
જગના અણુએ અણુનો ચિંતા કરનાર જ્યાં એ તો બેઠો છે - અનાથ...
જગમાં સદા સર્વદા, સત્તા તો એની ચાલે છે - અનાથ...
જગનાં પંચેતત્ત્વો પર તો, કાબૂ જ્યાં તો એનો ચાલે છે - અનાથ...
જગની બધી શક્તિઓ તો, જ્યાં એના ઇશારે ચાલે છે - અનાથ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)