જગકર્તાના કાર્યમાં, તું સાથ તારો દેતો જા
સોંપાયું છે જે કાર્ય તને, એ તો તું કરતો જા
જુદા-જુદા માનવ કીધા, કાર્યો જુદાં-જુદાં કરવા
સોંપાયું છે જે કાર્ય તને, સારી રીતે કરતો જા
પ્રકૃતિ તો કાર્ય બજાવે, માનવ થઈ તું ચૂકતો ના
કર્તાને છે આશા તુજ પર, નિરાશ એને કરતો ના
સોંપાયું છે કાર્ય તને જે, બુદ્ધિપૂર્વક કરતો જા
અહંને સદાય ત્યાગી, અહંને વચ્ચે લાવતો ના
વ્યવસ્થા કરી છે કર્તાએ, એને જરા તું સમજી જા
સમજી-વિચારી કરી કર્મો, વ્યવસ્થા એની તોડતો ના
વ્યવસ્થામાં રાજી રહેશે, એના રાજીમાં રાજી રહેતો જા
સોંપાયું છે જે કાર્ય તને, સદા તું એ કરતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)