બોલાવી ‘મા’ ને તારે દ્વાર, અવગણના તો કરતો નહિ
કરવા સેવા, રહેજે સદા તૈયાર, અવગણના તો કરતો નહિ
આવશે, કરી આમંત્રણનો સ્વીકાર, અવગણના તો કરતો નહિ
પ્રતિક્ષણ તો જોજે તું એની વાટ, અવગણના તો કરતો નહિ
સદા ધરીને તો માયાનું ધ્યાન, અવગણના તો કરતો નહિ
છે એ તો સદા સુખનો ભંડાર, અવગણના તો કરતો નહિ
જગની કરીને નક્કામી વાત, અવગણના તો કરતો નહિ
દેનારી છે એ તો, ભંડારોના ભંડાર, અવગણના તો કરતો નહિ
કરીને બંધ તો તારી આંખ, અવગણના તો કરતો નહિ
સદા આવકારવા રહેજે તૈયાર, અવગણના તો કરતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)