પરદેશ ગયેલ બાળને, જ્યાં યાદ ‘મા’ ની આવી જાય
ત્યાં તો આંખેથી આંસુડાં હાલ્યાં જાય
શીતળ વાતા વાયુમાં, હેતભર્યો હાથ, જ્યાં ‘મા’ નો વરતાય - ત્યાં તો…
સ્થિર જળમાં તો જ્યાં, ‘મા’ નું હેતભર્યું મુખડું તો દેખાય - ત્યાં તો…
કરતાં ભોજન તો, હેતભરી ‘મા’ ની આંખડી જ્યાં દેખાય - ત્યાં તો…
વહાલભરી વાતમાં, ‘મા’ નો પ્રેમભર્યો સ્પર્શ જ્યાં મળી જાય - ત્યાં તો…
અજાણ્યા હૈયામાંથી, ‘મા’ ની હેતભરી હૂંફ જ્યાં મળી જાય - ત્યાં તો…
નજર ફરતાં, નજર કરતાં, યાદ ‘મા’ ની તો જ્યાં આવી જાય - ત્યાં તો…
સંભળાતા કોઈ શબ્દમાં, જ્યાં ‘મા’ ના શબ્દનો સૂર સંભળાય - ત્યાં તો…
જગજનની માતની પણ હૈયે જ્યાં યાદ આવી જાય - ત્યાં તો…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)