માન ધરીને બેઠો છે શાને રે પ્રભુ (2)
મુકાવી દઈશું માન અમે તારા, છોડાવી દઈશું માન અમે તો તારા
છીએ ભલે અમે તારા, પણ છીએ અમે તારા, માયાના ને માયાના
વળશે ના કાંઈ જો અમારું, વહાવી દઈશું અમે, તારી પાસે અશ્રુની ધારા
કર્યું અમે એવું રે શું, ચડી ગયું તને, એનું માન રે વ્હાલા
હઈશું ભલે અમે ગમે રે એવા, છીએ અમે તો તારા ને તારા
રાખ્યું અને હશે જો અંતર આપણી વચ્ચે, હલાવી દઈશું અંતરના તાર તો તારા
નજરમાં આવ્યા નથી ભલે તમે રે, તારી નજરથી નજર અમે તો મેળવવાના
તારા કાર્યો તો તું કરવાનો, ભરીને બેઠો છે શાને રે માન, હૈયે તો તારા
અમારા જેવો જો તું બનશે, કહે અમારે કોના જઈને દ્વાર તો ખટખટાવવાના
જો લાખ કોશિશો માન જો તું નહિ છોડે, જરૂર અમે તારાથી તો રિસાવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)