સરળતામાં પણ વાંકું પડે, સરળ થાયે એનું શેનાથી
જગકર્તાના દોષ શોધે, ખુદના દોષથી અજાણ રહી
કામ કરવું ના હોય જેને, મળશે બહાના તો શોધવાથી
કામ તો સદાય પાર પડશે, કરશો જો મક્કમતાથી
વધી ના શકે આગળ જે, ડરશે સદા જે નુકસાનથી
આગળ તો એ વધે, ભરે ડગલાં જે સદા હિંમતથી
બાળ છીએ જ્યારે એના, આવશે દોડી બાળ બનવાથી
સરળતા છે પ્રભુને વહાલી, બને સરળ એ સરળતાથી
નાના નિજ સ્વાર્થ જાગતા, તણાશે સરળતા એનાથી
સ્વાર્થ ને સરળતાને બનતું નથી, ચેતજે તું એનાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)