ભાવે-ભાવે તું ભીંજાતી, ભાવ દેખી જાતી તું દોડી રે
ત્યાગ્યા મેવા દુર્યોધનના, ભાજી વિદુરની મીઠી ગણી રે
દેશળ ભક્ત કાજે તો માડી, દ્વારપાળ તું તો બની રે
ઝેર પીધાં મીરાંનાં, પ્રેમમાં જ્યાં બની એ દીવાની રે
સેનાભગતને કારણે માડી, જાત-ભાત તું ભૂલી રે
સંત સખુને બચાવવા માડી, જાતે તું તો બંધાણી રે
જ્ઞાનેશ્વર કાજે તો માડી, પાડા મુખે બોલાવી વેદવાણી રે
ભટ્ટ વલ્લભ કાજે તો માડી, મૂર્તિમાં પહેરી તેં નથડી રે
જુદા-જુદા ભક્તો કાજે, રૂપ રહી તું તો બદલતી રે
આ બાળ કાજે તો માડી, છે તું સદા જગજનની રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)