જીવન તો છે એક યુદ્ધ મારું જીવનમાં, લડતોને લડતો હું તો જાઉં છું
લડું છું કોની સામે, લડું છું શા કાજે, બે ખબર તો છું હું એનાથી
રહી બેખબર તો એનાથી તોયે, લડતોને લડતો હું તો જાઉં છું
લીધા હથિયાર મળ્યા જે મને, હતા હથિયાર કેવા, ના સમજ હતી એની મને
બેસમજમાંને બેસમજમાં રહી રહીને પણ,જીવનજંગ હું લડતોને લડતો જાઉં છું
હતું જોમ લડવાનું જ્યાં સુધી મારામાં, જોમમાંને જોમમાં હું લડતોને લડતો જાઉં છું
હતો નશો મને એનો, ઊતર્યો ના જ્યાં, જિંદગીમાં હું એમાં લડતોને લડતો જાઉં છું
મળશે હાર કે જિત એમાં, હતી ના સમજ લડતો હવે શા કાજે, લડતોને લડતો જાઉં છું
હતી મકસદ જીવનમાં લડત કાજે, ખતમ થવાની કે કરવાની, લડતોને લડતો જાઉં છું
બીજી મકસદોથી હતો બેખબર હું તો,તોયે હું તો લડતોને લડતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)