માડી તારો દીવડો ઝગમગ થાય
ધામે-ધામે તો અજવાળું એનું પથરાય
ધામે-ધામે નામ નવું ધરતી જાય - માડી...
સંખનપુરમાં તો બહુચરા કહેવાય
આરાસુરમાં અંબાજી તરીકે પૂજાય - માડી...
પાવા તે ગઢમાં તો કાળિકા કહેવાય
ઉજ્જૈનમાં, હરિસિધ્ધિ તરીકે પૂજાય - માડી...
તાતણિયે તો તું ખોડિયાર કહેવાય
ડીસામાં તો સિધ્ધ તરીકે પૂજાય - માડી...
ચોટીલાએ તો તું ચામુંડા કહેવાય
દડવામાં તો તું રાંદલ તરીકે પૂજાય - માડી...
અરણેજમાં તો તું બુટ કહેવાય
હીંગોળગઢમાં તો તું હોલ તરીકે પૂજાય - માડી...
દીવડાનું તેજ તો જ્યાં હૈયે પથરાય
ભેદભાવ હૈયાના ત્યાં તો મટી જાય - માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)