નિર્ગુણ નિરાકાર છે તું તો માતા
સગુણ સાકાર આ જગમાં મોકલ્યો મને
જોવા આ સાકાર જગને તારી તો માતા
કરજે ઉપયોગ તું, તો મુજ નયનોનો
પ્રબોધવા જગને મધુર વાણી તારી
કરજે ઉપયોગ તું, સદા મુજ મુખનો
દેવા આશિષ તો જગનાં સત્કર્મોને
કરજે ઉપયોગ માડી, મુજ હસ્તનો
પહોંચવા સદા દીનદુઃખિયાની તો પાસે
કરજે ઉપયોગ માડી, મુજ પગનો
ઝીલવા સદા જગના હૈયાના વિધવિધ ભાવો
કરજે ઉપયોગ માડી મુજ હૈયાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)