અરે, ઓ સુખને ચાહનારા, સમજજે જરા આ મનમાં
દોટ જીવનની વિકારો સાથે, દુઃખને દ્વારે પહોંચાડે છે
નિજ આતમને ભૂલનારા, વિકારને પંપાળનારા - દોટ...
ફળની ઝંખના કરનારા, હૈયે આળસ સંઘરનારા - દોટ...
દોડી-દોડી તો થાકનારા, અંજામ નથી તારા બદલાવાના - દોટ...
પ્રારબ્ધમાં હતું ને પામ્યું, કર્મમાં પ્રમાદ સેવનારા - દોટ...
સફળતામાં સદા રાચનારા, મનફાવે દોટ મૂકનારા - દોટ...
દુર્ગુણોમાં ડૂબનારા, સત્કર્મોથી તો ભાગનારા - દોટ...
મનની પાછળ દોડનારા, માયાને વહાલી ગણનારા - દોટ...
ક્ષણિક આનંદે કૂદનારા, આનંદથી વંચિત રહેનારા - દોટ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)