છે, જગની આ તો કેવી બલિહારી (2)
દીધા ત્યાગી, નેમિનાથે રાજપાટ તો જગના
લીધાં જગનાં રાજ હૈયાનાં, એણે તો જીતી - છે...
સંસારસુખ હૈયેથી, ગયા એ તો વીસરી
હૈયાં સંસારનાં તો ગયાં, ના એને વીસરી - છે...
ઝુકાવ્યું ના શિર એણે તો જગની માયાથી
માયા-મમતાનાં શિર ગયાં એનાં ચરણે ઝૂકી - છે...
મુક્તિ પંથે પરવરી, પકડી વાટ તો મુક્તિની
મુક્ત તો એ બન્યા, મુક્તિ પણ ધન્ય બની - છે...
વૈરાગ્ય કેરી કેડીએ ચાલી, અજવાળી વાટ વીતરાગની
વાસ કરે છે ‘મા’ ના હૈયે એ તો, તીર્થંકર બની - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)