છૂપું નથી રે, જગમાં નામ તો નેમિનાથનું (2)
ફેલાવ્યું જગમાં સામ્રાજ્ય એણે રે, સદા તો પ્રેમનું - છૂપું...
નામ કંઈક આવ્યાં, નામ કંઈક ગયાં, લેવાતું રહે નામ નેમિનાથનું - છૂપું...
તપ તપ્યાં એવું, કર્યું કુંદન જેવું હૈયું તો કંઈકનું - છૂપું...
કરે જગ યાદ સદા એને, કર્યું સાર્થક જીવન તો એનું - છૂપું...
જન્મી માનવ, બન્યા મહામાનવ, જગે પદ દીધું નિરાકારનું - છૂપું...
ધરમને ચીલે ચાલી, દીધો ધરમને તો ઉજાળી - છૂપું...
કર્યું પૂજન એણે એવું, રહ્યા પૂજાઈ યુગો-યુગોથી - છૂપું...
તેજ સંયમે પ્રકાશી, રહ્યા બની તેજ માનવજાતનું - છૂપું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)