રે જગમાં, આવશે સાથે, એક જ સાચું રે પુણ્યનું ભાથું
રે બોલો અરિહંતાણં, રે બોલો નમો સિદ્ધાણં
કૂડકપટ તો હૈયેથી વિસારી, લેજે જીવનની બાજી સુધારી - રે બોલો...
જગમાં આવી ખેલ ખેલ્યા, મુક્તિપંથ સદા તો ભૂલી - રે બોલો...
નામ લેજે એવું પકડી, સંયમ કેરી દોરી તો પકડી - રે બોલો...
સુખદુઃખને તો દેજે વિસારી, પરભવનું ભાથું લેજે બાંધી - રે બોલો...
પ્રભુને વહાલાં દેજે બનાવી, ધરમની કેડીએ સદા તો ચાલી - રે બોલો...
કર્મો કેરી ઝંઝટ દેજે છોડી, નામ કેરી દોરી લેજે પકડી - રે બોલો...
ચિંતાઓ પ્રભુને દેજે સોંપી, નામમાં મનને તો દેજે જોડી - રે બોલો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)