છે માનવ તો સ્વભાવે બહુરૂપી (2)
ક્ષણે-ક્ષણે રહે બદલાતો, ન જાણે ક્યારે રહે શુંનું શું કરી – છે…
ક્ષણમાં એ સંત બને, ક્ષણમાં તો જાયે એ પાપમાં ડૂબી – છે…
નિતનવાં મહોરાં બદલે, ન જાણે ક્યારે કેવો ચહેરો રહે ધરી – છે…
ઘડીમાં રહે એ તો ચમકી, ઘડીમાં જાયે અંધકારે તો સરી – છે…
ક્ષણમાં એ તો દુઃખમાં ડૂબે, ક્ષણમાં રહે સુખમાં મહાલી – છે…
છે આ તો કરુણા કેવી, ન જાણે બેસશે ક્યારે શું તો કરી – છે…
ક્ષણે-ક્ષણે તો કર્મો કરી, દે કર્મો પરનો તો કાબૂ છોડી – છે…
સ્થિરતાનો તો દેખાવ કરી, રહે સદાય એ તો ફરી – છે…
ક્ષણે-ક્ષણે ઇચ્છાઓ કરી, દે ક્ષણમાં એ તો બદલી – છે…
વિચારોથી પણ જાયે આગળ, જાયે ક્ષણમાં સદા ધસી – છે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)