છોડ બધા બાલિશ યત્નો, અંતર્યામીને બનાવવાના
અંતર્યામી તો, અંતરમાં બેસી, અંતરની વાત બધી જાણે છે
છૂપી રહે ના વાત કોઈ અંતરની તો અંતર્યામીથી - અંતરની...
છવાઈ રહ્યું છે જગ બધું જ્યાં એના તો અસ્તિત્વથી - અંતરની...
છે અંતર તો માનવ પાસે, અંતર અંતર તોય રાખે છે - અંતરની...
છે અંતર્યામી પાસે સહુની, માયાથી તો દૂર લાગે છે - અંતરની...
છૂટતા નથી જ્યાં ભેદ અંતરના, અંતરમાં એ મૂંઝાય છે - અંતરની...
છેક સુધી તો સાથે રહે, અધવચ્ચે ના છોડી જાય છે - અંતરની...
છેવટ સુધી છે એ સાથે, બીજા બધા તો બદલાય છે - અંતરની...
છળ નથી કરતો એ તો કદી, સાચું તો કહેતો જાય છે - અંતરની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)