‘મા’ ને તો છે બાળ સહુ એકસરખા
નાના-મોટાના ભેદ તો ના રાખ્યા
દેવા ટાણે તો, બને એ દાતા
હાથ તો છે, એના રે મોટા
યાદે-યાદે તો સદા યાદ કરતા
ભક્તો કાજે તો છે સદા ઊભા
છે જગની તો એ સદા નિયંતા
છે જગના ભાગ્યની એ ભાગ્યવિધાતા
રાત કે દિન તો એ કદી ન જોતાં
ભક્તો ભીડે પડતાં એ દોડી આવતા
કદી સૌમ્ય, તો કદી એ રૌદ્ર બનતાં
હૈયે પ્રેમનાં ઝરણાં તો રહે વહેતા
છે પાસે એની, ભંડારોના ભંડાર ભર્યા
બાળ કાજે તો રાખ્યા સદાય ખુલ્લા
આવ્યા પાસે જે, સહુને હૈયે આવકાર્યા
રહ્યા છે એ તો સહુની રાહ જોતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)