જે જન્મ્યું જેમાંથી, તેમાં તો તેનો અંત છે
જન્મ્યું મોજું સાગરમાંથી, સાગરમાં એનો અંત છે
તન તો જન્મ્યું માટીમાંથી, માટીમાં તો એનો અંત છે
સૂર્ય, ચંદ્ર, તારા અવકાશે જન્મ્યા, અવકાશમાં એનો અંત છે
માયા જન્મી પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે
વિચારો જન્મ્યા મનમાંથી, મનમાં તો એનો અંત છે
વિકારો જન્મ્યાં જે જેમાંથી, તેમાં તો તેનો અંત છે
ફળફૂલ, ધાન્ય જન્મ્યા ધરતીમાંથી, ધરતીમાં એનો અંત છે
વમળો જન્મ્યા પાણીમાં, પાણીમાં તો એનો અંત છે
આંદોલનો જે જન્મ્યા તારામાંથી, તારામાં એનો અંત છે
આત્મા જન્મ્યો પ્રભુમાંથી, પ્રભુમાં તો એનો અંત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)