છે બીજે કે નથી રે, તારે છે તો શું એનું કામ
તુજમાં તો રહે છે સદા, તારો તો આતમરામ
ટપટપથી તારે છે શું કામ, છે જ્યાં તારે રોટલાનું કામ – છે…
પીને પાણી કુળ પૂછ્યું, છે એ મૂર્ખતણું તો કામ – છે…
તન નથી તું તો, છે તું તો શુદ્ધ આતમરામ – છે…
જે પહોંચાડે પ્રભુ પાસે, છે તારે તો એનું કામ – છે…
પકડતાં મારગ, વિચાર પછી, પહોંચશે તું ઘાટ – છે…
કરતા સેવા, ના જોવા બેસતો, કુળ કે એનું નામ – છે…
કિંમત તો થાશે પૈસાની, હશે જેના પર તો છાપ – છે…
પૂછશે ના કોઈ, મળ્યો ક્યાંથી, જોશે એના પરની છાપ – છે…
ભૂખ લાગી, રોટલો ખાવો, તારે ટપટપનું છે શું કામ – છે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)