મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે, ચીતરાઈને તો એ આવે છે
કાણાને કાણો કહેવો ના પડે, આંખ બતાવી આપે છે
સાગરને સાગર ના કહેવો પડે, ઘુઘવાટ એ તો સમજાવે છે
ક્રોધ ક્રોધીને તો જગમાં જાહેર કરાવે છે
જળને કહેવું ના પડે જળ, પ્યાસ તો જ્યાં બુઝાવે છે
સિંહને ઓળખવો ના પડે, ત્રાડ ઓળખ એની આપી દે છે
સૂરજને કહેવું ના પડે, પ્રકાશ તો એનો જાહેર છે
દીવડાએ કહેવું ના પડે કદી, ઝગમગતી જ્યોત ઓળખ આપે છે
સંતે કહેવું ના પડે કદી, શાંતિ એ તો પમાડે છે
પ્રભુએ કહેવું ના પડે કદી, શક્તિ એની કહી આપે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)