થઈ ગયા છે, જગમાં કંઈક, લખાયું સોનેરી અક્ષરે નામ નેમિનાથનું
તપની કેડી, કંડારી એવી, ચાલે સહુ આજે તો એ કેડીએ - થઈ...
હૈયું એનું જ્યાં ચિત્કારી ઊઠ્યું, પડ્યું નામ હિંસાનું જ્યાં હૈયે - થઈ...
ધર્મતણું તેજ તો જગમાં પથરાયું, ભળ્યું તેજ જ્યાં નેમિનાથનું - થઈ...
જગમાં વિસરાયા નામ કંઈક, ના વિસરાયું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયેહૈયું બન્યું પવિત્ર જગમાં, પડ્યું હૈયે જ્યાં નામ નેમિનાથનું - થઈ...
સત્ય-અહિંસાએ લીધો આશરો જગમાં, દોડી લીધું નામ તો નેમિનાથનું - થઈ...
હૈયેહૈયું તો ગૂંજવા લાગ્યું જગમાં, નામ તો નેમિનાથનું - થઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)