માડી તું ગોખે-ગોખે બેસી, કુળદેવી સ્વરૂપે રહી
ધામે-ધામે વ્યાપીને માડી, તું શક્તિ સ્વરૂપે રહી
વિશ્વભરમાં વ્યાપીને માડી, તું તો જગજનની બની
કોઈએ ભજી તને લક્ષ્મી સ્વરૂપે
કોઈએ ભજી તને તો શારદા કહી
કોઈએ તને કાળસ્વરૂપે કાળકા કહી
તું તો સદા જગવ્યાપીની, જગજનની રહી
કદી વ્યાપી રહી નિરાકાર રૂપે
કદી રૂપ ધરી તું સાકાર બની
સાકાર કહું, તને નિરાકાર કહું
તું તો સદા જગવ્યાપીની, જગજનની રહી
કદી તને પિતા ગણી, કદી તને માતા ગણી
જાગ્યા ભાવ જેવા, ભાવ એના પોષી રહી
તું શક્તિસ્વરૂપા, આનંદસ્વરૂપા, તું શાંતિસ્વરૂપા રહી
હે જગજનની, જગકારણે કલ્યાણકારી રહી
તું તો સદા જગવ્યાપીની, જગજનની રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)