લાત વાગે જીવનમાં, કિસ્મતની ઘણી
તોય જીવનમાં તો પડશે રહેવું હસતું
હૈયે વહેશે અદીઠ આંસુઓ ઘણાં - તોય...
પલટાશે આશાઓ નિરાશામાં ઘણી - તોય...
વહાલાં પણ જીવનમાં બનશે તો વેરી - તોય...
કંઈક દર્દો સહન કરશો, રહેશે આવતા ઘણાં - તોય...
ધાર્યું જીવનમાં બધું થાયે ના થાયે - તોય...
વિયોગ આવે ઘણાં, વિયોગ મળશે ઘણાં - તોય...
અપમાન થાયે ઘણાં, અપમાન થાશે ઘણાં - તોય
સાથી મળશે ઘણાં, સાથી છૂટશે ઘણાં - તોય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)